યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
વાવ થી ભાભર ને જોડતો ૩૫ કિલોમીટર નો હાઈવે છે જેમાં વાવ થી ભાભર ૩૫ કીલોમીટર સુધી માં હાઇવે અગાઉ પુર આવવા ના કારણે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેમાં હાઇવે ઉપર જયાં જોવો ત્યાં ખાડા ઓ નું સામ્રાજ્ય જોવા મળ્યું છે જેથી વાહનચાલકો આમને સામને આવી જાય તો અકસ્માત થવાની સંભાવના રહે છે રોડ એટલો ઘસાયો કે જાણે તેના છોતરે છોત્રરા ઉખડી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યાંના સ્થાનિક લોકો એ વધુ માં જણાવ્યું કે હાઇવે ઉપર થોડા-થોડા અંતરે મોટા ગાબડાં ઓ નું સામ્રાજ્ય દેખાય છે અને ઠીગડ થાગડ હોવાથી હાઇવે એકદમ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે.જેમાં ટૂંક સમય માં આ હાઇવે નું પેવર કામ કરવામાં નહીં આવે તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકવાની ભીતિ સેવાઈ રહી છે જેથી જલદી થી જલદી હાઇવે નું પેવર કરવામાં આવે જેવી ઉગ્ર માંગો લોકો દ્વારા કરવામાં આવી રહી છે