ખેડૂતોને મુઝવતા પ્રાણ પર્શ્નો લઈને વાવ મામલદાર ને આવેદન પાઠવ્યું .

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ખેડૂતોને મુઝવતા પ્રાણ પર્શ્નો જેવા કે મીટર આધારિત વીજદર અને હોર્સ પાવર આધારિત વીજદરમાં સમાનતા લવાવવી, રિસર્વે ની ભૂલો સુધારવી અથવા ફરી સર્વે કરવું… વાવ તાલુકાનાં ગામોમાં પીવાના પાણીની જે સમસ્યા છે તેનું નિવારણ કરવું..વગેરે મુદ્દાઓ ને લઈને આજરોજ તા – ૧૫/૦૬/૨૦૨૨ ના રોજ વાવ ના રામજીમંદિર ખાતે ભેગા મળી મીટીંગ કરી હતી ત્યારબાદ વાવ મામલદાર કચેરી માં જઈ સરકાર વિરુધ ના સુત્રોચાર કરી આવેદન પાઠવ્યુ હતું .જેમાં વાવ તાલુકા  ભારતીય કિશાન સંધ ના પ્રમુખ હીરાજી ગોહિલે સરકાર પર આડકતરી રીતે આકરા પ્રહાર કર્યા હતા .જો સરકાર ખેડૂત ના સ્થાનિક વિવિધ મુદ્દાઓ ને ધ્યાન માં નહિ લે તો આગામી સમય માં ભારતીય કિશાન સંઘ સરકાર સામે બાયો ચઢાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *