પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પુજા યાદવ સાહેબ થરાદ વિભાગ,થરાદ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી જે.બી.ચૌધરી સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ શ્રી આઇ.એચ.હીંગોરા પો.સબ.ઇન્સ. વાવ પોલીસ સ્ટેશન નાઓની બાતમી હકિકત આધારે શ્રી અ.હેડ કોન્સ. નાથાભાઇ રામાભાઇ તથા તથા અ.પો.કોન્સ દજાભાઇ રામસીભાઇ તથા હેડ કોન્સ. સેંધાભાઇ વજાભાઇ તથા પો.કોન્સ. મેઘરાજભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. વનરાજસિંહ નરસુંગજી તથા પો.કોન્સ.લાલાજી પીરાજી વાવ પો.સ્ટે નાઓ વાવ-ઢીમા રોડ ઉપર ચુવા ત્રણ રસ્તા ઉપર નાકા બંધીમાં હતા તે દરમ્યાન હકિકત વાળી ગાડી આવતાં હાથથી ઇસારો કરી તથા વાહનની આડસ કરતા ગાડી ચાલકે ગાડી ચુવા તરફ ભગાડતાં તેનો પીછો કરતાં ચુવા થી ઉચપા થી વાવ બાજુ ગાડી ભાગાડી રોડની સાઇડમાં ગાડી મુકી ચાલક ખેતરમાં નાસવા જતાં પીછો કરી પકડી પાડી હુન્ડાઇ આઇ-20 ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ની પેટીઓ ભરેલ હોઇ ગાડી ચાલકનુ નામ ઠામ પુછતા હિરેનભાઇ ઉર્ફે હિરાભાઇ S/O દુદાજી જાતે-રાજપુત (સોલંકી) રહે.ચાંદરવા,તા.વાવ હોવાનુ જણાવેલ અને ગાડીમાંથી મળી આવેલ ભારતીય બનાવટી વિદેશી દારૂની અલગ-અલગ બે બ્રાન્ડની બોટલો કુલ નંગ-૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦/- નો મુદામાલ તેમજ હુન્ડાઇ આઇ-20 ગાડી નં.-GJ-01-RP-6616 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-એમ કુલ કિ.રૂ.૪,૮૬,૪૦૦/- નો મુદામાલ મળી આવતા પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા પકડાયેલ દારૂ બળવંતસિંહ રાજપુત,રહે.-સરવાણા,તા.-સાંચોર,જી.-જાલોર,રાજસ્થાન વાળાએ ભરાવેલ હોવાનુ જણાવતા બન્ને ઇસમો વિરૂધધ વાવ પો.સ્ટે પ્રોહિબિશન એકઠ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે