યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
કોરોના ના કહેર વચ્ચે શહેર માંથી લોકો ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે જેમાં સરહદી પંથક માં કોરોના ના કેશ નો વધારો થઇ રહ્યો છે જેમાં કોરોના ને નાથવા વાવ શહેર ના વેપારીઓ અને ગામના અગ્રણી અને વહીવટી તંત્ર એ વાવ મામલદાર ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવાબદાર તંત્ર દ્વારા વાવ શહેર વેપારી ઓ ને કોઈ ચીજ વસ્તુ ઓ ને સંગ્રહ ના કરવા તાકીદ કરવામાં અને નક્કી કરાયેલા ભાવ મુજબ લેવામાં ના આવે તો તાત્કાલિક ધોરણે મામલદાર તેમજ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો વગેરે ચર્ચા ઓ કરવામાં આવી હતી .જેમાં વાવ શહેર ના વેપારીઓ અને ગામના અગ્રણી અને વહીવટી તંત્ર ની સહમતી બાદ ૫ દિવસ નું સ્વેચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં આવશ્યક ચીજ વસ્તુ ઓ જેવી કે દૂધ ,અનાજ દળવાની ધંટી ,અને દવાઓ ,દવાખાના ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મામલદાર શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે દરેક વેપારી રસીકરણ કરાવે જેથી કોરોના થી બચી શકાય
વાવ શહેર આવતી કાલ તા:૨૧/૦૪/૨૦૨૧ થી સજ્જડ બંધ

Leave a Comment