આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ની ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.વંદે ગુજરાત યાત્રા 5 જુલાઈ રોજ પ્રસ્થાન પ્રસ્થાન કરવામાં આવી હતી.આ યાત્રા દ્વારા ભાજપ સરકાર બે દાયકાના કાર્યકાળમાં તેમણે કરેલા વિકાસ કાર્યોને નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. છેલ્લા બે દાયકામાં થયેલાં વિકાસનાં કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ થેરવાડા ખાતે વંદે ગુજરાત રથનું આગમન થતાં ડીસા તાલુકાના વિકાસ અધિકાર, વિસરણ અધિકારી, ભડથ ગામ સરપંચ, ગામ લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આજે યોજાયેલા આ વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગામ લોકોને ફિલ્મ સ્વરૂપે સરકાર દ્વારા કરવામાં આવેલા કામથી માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત કમીટીના સભ્યો, સરપંચ, તલાટી,તેમજ શાળા પરીવાર કર્મચારી, આરોગ્ય કર્મચારી , આંગણવાડી કર્મચારી ભારતીજનતા પાટી તાલુકાના કારોબારી સભ્ય મહાવીર કુમાર શાહ, થેરવાડા ગ્રામ પંચાયત પરિવાર વગેરે ધ્વારા કાર્યક્રમ મા લાભાર્થી ને લાભ વિતરણ કરવામાં અવાયું હતું.