યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ની મહામાંરી ફેલાઈ ચુકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના મહામારી ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. રોજ અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે. સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ને નાથવા માટે કોવિડ રસી નું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં તબક્કાવાર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે સુઇગામ તાલુકાના ચાળા ગામ ખાતે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ગામના લોકોનો રસી આપવામાં આવી હતી તેમજ સાથેજ લોકોને સાવચેત રહેવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં ગામના લોકોએ મોટા પ્રમાણ માં રસી લીધી હતી અને કોવિડ 19 મહામારી ને નાથવા માટે આગળ આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત FHW ભાવનાબેન ચૌહાણ,ભારમલભાઇ જાખેસરા, આશા વર્કર વર્ષાબેન પરમાર,રસિલાબેન પંડ્યા અને ગીતાબેન સુવાતર દ્વારા ભારે મહેનત કરીને ગામના લોકોનો રસીકરણ અભિયાન માં જોડવામાં આવ્યા હતા.