ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં છેલ્લા બે મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને આવા અકસ્માતોમાં મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે તો આ તરફ રાત્રિના સમયે વારંવાર વાહનો વચ્ચે પશુ આવી જતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના નજીક બન્યો હતો આકસ્માત ની વિગતો જોઈએ તો ડીસા થી મેવાડા પરીવાર પોતાની મારુતિ કાર લઈને થરાદ તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં અચાનક નીલગાય આવી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી મારૂતી કાર બાજુમાં આવેલ ખેતરમાં ઘૂસી ગઇ હતી.આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મેવાડા પરીવાર ના બે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી આ અકસ્માત માં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા