ધાનેરામાં વૃક્ષ પ્રેમીઓ કહે છે વૃક્ષ વાવો… જીવન બચાવો… પણ વૃક્ષ કપાય છે તેનું ધ્યાન કેમ રાખતા નથી

( શું?લોકો પોતાનું નામ કમાવવા માટે કામ કરી રહ્યા છે)

ધાનેરા શહેર અને તાલુકામાં અમુક સમયથી વૃક્ષ પ્રેમીઓનો જુવાળ ઊભો થયો છે આ લોકો વૃક્ષ વાવો- જીવન બચાવો ના નારા સાથે વૃક્ષ વાવવાની વાતો કરી પોતે વૃક્ષ પ્રેમી છે તેઓ દેખાવ કરી રહ્યા છે સરકારશ્રીના વૃક્ષ વાવો ના કાર્યક્રમમાં પણ તકનો લાભ છોડતા નથી અને પોતાની અને સંસ્થાની નામ કમાવવા ની હોડ ચાલી રહી છે. ધાનેરા તાલુકામાં રોજ ટ્રેકટરો મા ભરીને બિન કાયદેસર રીતે લીલા વૃક્ષો કપાઈ ને સો મિલો મા ઠલવાઈ રહ્યા છે તે લોકો નજરે જોઇ રહ્યાં છે .શું ? સો મિલો મા ઠલવાતા લીલા વૃક્ષો ના લાકડા બધા કાયદેસર છે? ના. તો પછી તે વૃક્ષો કપાય છે એ બાબતે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષો કેમ પ્રેમ દેખાડતા નથી? તેઓમાં તાકાત નથી કે શું? અધિકારી સાથે રાખીને પણ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ શકે છે પણ કોઈ કાર્યવાહી કરાવતાં નથી ધાનેરા માં સાંજના સમયે ટ્રેક્ટરો બિન કાયદેસર રીતે કપાઈને આવતા લીલા વૃક્ષો લાકડા ભરી ને હેરાફેરી થઈ રહી છે અને સો મિલોમાં ઠલવાઈ રહ્યા છે લોકો આવા દ્રશ્યો જોઈને આશ્ચર્ય પામે છે અને આવા વૃક્ષ પ્રેમીઓ ની શંકાસ્પદ રીતે મિલીભગત હોવાની ચર્ચા વધી રહી છે ખાલી દેખાવ કરી અને ફોટા પડાવી મિડિયા માં ફક્ત પોતાનું નામ ચમકાવી રહ્યા છે તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અમુક સંસ્થાઓ જે વૃક્ષ પ્રેમી ની વાતો કરી એક મુદ્દો તો પૂરો કરતા નથી જ્યારે બીજા મુદ્દા ઉપર દેખાવ કરતા જોવા મળી રહ્યા છે ફક્ત અને ફક્ત પોતાનો સ્વાર્થ સિદ્ધાંતોને વળગી ને કામ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે જો આ વૃક્ષો પર તેમને લાગણી હોય તો બિન કાયદેસર કપાતાં વૃક્ષો બાબતે કોઈ કાર્યવાહી કરાવશે કે ?પછી વૃક્ષ વાવો ના નામ ઉપર અન્ય મુદ્દા ઊભા કરીને પોતાનું નામ કમાવાનું ચાલુ રાખશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *