ડીસામાં એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી…

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર માં આવેલ રેલવે સ્ટેશન વિસ્તાર માં એક યુવકે ઝેરી દવા ગટગટાવાની ઘટના સામે આવી છે.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો ડીસાના ઢુંવા રોડ પર આવેલ મહાકાલી મંદિર પાસે રહેતા વર્સાબેન હરેશભાઇ લોધા  તેમની નણંદ જેનું નામ વનીતાબેન  જેના લગ્ન આશરે આઠ માસ અગાઉ ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોપાલેશ્વર મંદિર પાસે રહેતા યોગેશકુમાર મહેશભાઈ લોધા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયેલ અને છેલ્લા છ માસથી વર્ષા બેનના નણંદ વનીતાબેન રિસણે બેઠા હતા આ અંગે વર્ષાબેન ના નણંદ વનીતાબેન એ તેમના સાસરી પક્ષના લોકો પર કોર્ટમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરેલ છે જેમાં વનીતાબેન ના પતિ યોગેશ કુમાર મહેશભાઈ લોધા તેમના સસરા મહેશકુમાર સુમેરસિંહ લોધા તેમજ તેમની સાસુ ગોમાબેન મહેશકુમાર લોધા મનદુખ રાખી અવારનવાર વનીતાબેન ના ભાઈ હરેશભાઈ તેમ જ તેમની પત્ની વર્ષાબેન અને તેમના પરિવારને હેરાન પરેશાન કરતા હતા અને તારીખ 31 12 21 ના રોજ સવારે ડીસા રેલવે સ્ટેશન પર વનીતાબેન ના ભાઈ હરેશભાઈ લોધા ને વનીતાબેન ના પતિ યોગેશ કુમાર મહેશભાઈ લોધા તેમના સસરા મહેશકુમાર સુમેર સિંહ લોધા અને તેમની સાસુ ગોમા બેન મહેશકુમાર લોધા સાસરીના લોકો મળેલા અને કહેવા લાગેલા કે તમે વનીતાબેન ને અમારા ઘરે કેમ મુકતા નથી તેમ કહી મા બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલા અને જો વનીતાબેન ને અમારા ઘરે નહિ મૂકો તો તમને જાનથી મારી નાખીશું જે બાદ વનીતાબેન ના ભાઈ હરેશભાઈ એ ડરથી ઝેરી દવા પી ગયેલ જે બાદ તેમને તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આજરોજ હરેશભાઈ લોધા ના પત્ની વર્ષાબેન હરેશભાઈ લોધા એ ડીસા દક્ષિણ પોલીસ મથકે ગોમાબેન મહેશકુમાર લોધા,મહેશકુમાર સુમેરસિંહ લોધા અને યોગેશકુમાર મહેશભાઈ લોધા આ તમામ રહે.રેલવે સ્ટેશન ગોપાલેશ્વર મંદિર પાસે ના વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *