થેરવાડા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

આજરોજ નાલંદા વિદ્યાલય થેરવાડામા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી  કરવામાં આવી વિશ્વના તમામ દેશોમાં તારીખ-૨૧ મી જુન ૨૦૧૫ થી વિશ્વ યોગ દિવસ ઉજવાય છે ત્યારે આજે  ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો તેમજ ગામ ના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત શ્લોક દ્વારા કરવામાં આવી ત્યાર બાદ જુદા જુદા પ્રકારના આસનો  તથા પ્રાણાયામો કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ચૌધરી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી તથા  શાળાના સમગ્ર સ્ટાફ ગણ  દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *