યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ
સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે રહેતા અને મહેતા .એન .એસ .વિનય મંદિર વાવ ખાતે ચિત્ર શિક્ષક તરીકે નોકરી કરતા ચેતન ભાઈ વાઘેલા અને તેમના પુત્ર ધ્રુવ વાઘેલા પિતા પુત્ર ચિત્રકલાકાર છે તેઓ છેલ્લા ૧ વર્ષ એટલે કે કોરોના ના કપરા સમય નો સદુઉપયોગ કરી વાવ પ્રાથમિક શાળા નંબર -૦૨ માં ચિત્રકલા ના દર્શન કરાવ્યા હતા .જેમાં બાળકો ને અનેક સંસ્કારો તથા ભણતર માં પાયા માં ઉપયોગી ચિત્રો ના માધ્યમ થી જેવા કે સુવિચારો ,ગુજરાતી ,હિન્દી ,અંગ્રેજી ,માધ્યમ ને ધ્યાન માં રાખી ચિત્ર કલા નું એક અનોખું ઉદાહરણ ઉભું કરવામાં આવ્યું હતું .જેમાં ધાર્મિક ચિત્રો ,વૈજ્ઞાનિક કો ,સમાજ સુધારકો તથા ક્રાંતિકારી ઓ ના ચિત્રો ને શ્રેષ્ઠ વિચારો કો ના રંગો વડે ચિત્રકલા દ્વારા પ્રગટ કરી શાળા ની દીવાલો માં જીવ પુરવાનું કામ કર્યું હતું .જે કામ થકી આજ રોજ વાવ તાલુકા વિકાસ આધિકારી એ ચેતન ભાઈ વાઘેલા ને બોલાવ્યા હતા .તે દરમિયાન ચેતન ભાઈ વાઘેલા એ ગણપતિ નું સરસ બનાવેલું ચિત્ર બી .જી .રાજપૂત સાહેબ (T.D.O)ભેટ આપી હતી .તે દરમિયાન બી .જી .રાજપૂત સાહેબે ચેતન ભાઈ વાઘેલા ને સાલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને કોરોના ના કપરા સમય નો ઉપયોગ કરી ચિત્રકલા ના થકી તેમના કરેલા કાર્યો ને બિરદાવ્યું હતું ..
ચિત્ર કલા જોવા માટે વિડિઓ ક્લિક કરી જોવાનું ભૂલશો નહીં