યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવી દ્વારા ગુજરાત માથે તોળાઈ રહેલ વાવાઝોડા ના ખતરાને લીધે સુઇગામ અને ભાભર તાલુકાના મામલતદાર,TDO, તેમજ આરોગ્ય,પોલીસ,વિધુતબોર્ડ સહિતના વિભાગને નોટિસ પાઠવી સૂચના અપાઈ છે.વાવાઝોડાને લીધે વિજપોલ પરસાઈ થવાથી વીજકાપ ની પરિસ્થિતિમાં દરેક લોકોએ જરૂરિયાત મુજબ આટો,પાણી તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓનો સ્ટોક રાખવો,ખેડૂતો તેમજ ગૌશાળા સંચાલકોએ પોતાનું અનાજ અને ધાસચારો વ્યવસ્થિત રાખી તાંડપત્રી ઢાંકી દેવી પાલતુ પશુઓને બાંધીને ના રાખતાં સુરક્ષિત ખુલી જગ્યામાં છુટ્ટા મૂકી દેવા,શેડ,ઢાળીયાના પતરા ઉડે નહિ,તે રીતે સુરક્ષા કરવી,ઝૂંપડાં તાંડપત્રી માં રહેતા લોકોએ સુરક્ષિત આશ્રય લેવો કોવિડ કેર સેન્ટરો પર ઓક્સિજનનો પુરતો સ્ટોક કરી લેવો,PHC તેમજ CHCમાં દવાનો પૂરતો સ્ટોક સાથે તૈયારીમાં રહેવું,ઉપરાંત વાવાઝોડાથી અસરગ્રસ્તોને કેસડૉલ્સ અને નુક્શાનીના વળતર માટે જરૂરી ટીમો તૈયાર રાખવી, વિગેરે બાબતોને લઇ સમગ્ર વહીવટીતંત્રને તાકીદ કરી સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે