બનાસકાંઠા ના વાવ તાલુકા ના માડકા ગામ ના યુવા ઉત્સાહી અને હરહંમેશ સેવાકીય કાર્ય માં ભાગ લઈને સેવા કીય કાર્ય કરતા હમીરજી રૂડાજી ચૌહાણ દ્વારા શ્રી એફ.એસ મહેતા અણુવ્રત પ્રગતિ વિદ્યાલય માડકા ના ૧૦૦ જેટલા વિધાર્થી ઓ માટે સ્કુલ ગણવેશ નું દાન આપી સેવા ની સુવાસ પ્રસરાવી છે .વધુ માં શાળા ના શિક્ષક તુલસી પ્રસાદ ત્રિવેદી જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો દાન અન્ય ઘણી જગ્યાઓએ કરતા હોય છે. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અને અમારી પાસે ભણેલા છે, તેમને શાળા પ્રત્યે લાગણી છે. શાળા ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ ડ્રેસ નું દાન આપી. લોકો માટે પ્રેરણા સમાન બની રહેશે. શાળાના આચાર્ય દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
