બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું ભીલડી સરપંચ મનુભાઈ જોષી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર દ્વારા રોડ રસ્તા પાણી ગટર લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સુંદર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત કરવા ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ,દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના, ભીલડી સરપંચ મનુભાઇ જોશી, લાખણી APMC ના ચેરમેન બાબુભાઈ પાનકુટા, ડીસા તાલુકા પ્રમુખ રામજી ઠાકોર, ડેલીકટ રાજુભાઈ રાજગોર, હસ્તે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત થતા ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.