
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર
કોરોના વાઈરસ ની ગંભીર મહામારી બાદ હવે ફરી સમગ્ર ગુજરાત ધમધમતું થયું છે જેમાં ગુજરાત સરકાર દ્વારા આગામી તહેવારો ને મંજૂરી આપવામાં આવી છે ત્યારે હવે આગામી સમય શ્રાવણ મહિના ની શરૂઆત થતાં પ્રજાપતિ સમાજ દ્વારા અલગ અલગ પ્રકાર ની માટી ની મુતિ ઓનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે પણ છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી ના કારણે સરકાર દ્વારા જાહેર તહેવારો ઉપર પ્રતિબંધ મુકતા પોતાના રોજગાર ધંધા ઉપર માઠી અસર પડી હતી અને આ વર્ષ સરકાર દ્વારા તહેવારો ની ઉજવણી ની છુટછાટ આપવામાં આવતા પ્રજાપતિ સમાજ ના માટી ની મુતિ ના કારીગરો માં પણ એક આશાનું કિરણ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ બજાર માં આધુનિક યુગ ની ચિનાઈ માટી ની મુતિ ઓનું પણ ધુમ વેચાણ થયી રહું છે અને પ્રજાપતિ સમાજ લોકો દ્વારા એવું જણાવેલ કે જે ચિનાઈ માટી માથી મુતિ ઓ તૈયાર કરવામાં આવે છે એનું પાણી માં વિસર્જન થતું નથી અને પાણી માં ઓગળતી પણ નથી આના કારણે પાણી ને પણ નુકશાન થાય છે અને એ મુતિ ઓનું સારી જગ્યાએ વિસર્જન કરતા ચિનાઈ માટી ની મુતિ પાણી માં જલ્દી ઓગળતી પણ નથી આના કારણે વર્ષો સુધી પડી રહે છે જેથી કરીને પ્રજાપતિ સમાજ ના કારીગરો દ્વારા જણાવા માં આવ્યું હતું કે જેમ બને તેમ સાદી માટી ની મુતિ જે તૈયાર કરવામાં આવે છે એનો ઉપયોગ કરો જેથી કરીને પાણી માં વિસર્જન કરતા ની સાથે તરત જ ઓગળી જાય છે અને એના થી કોઈ જ પ્રકાર નું નુકશાન પણ થતું નથી