- વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની મળી મંજૂરી..
- વાવ વિધાનસભા ના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પત્ર લખ્યો હતો.
- સરહદી પંથક ના ગામડા ઓ ની ભોળી પ્રજા ને બંને નેતા ઓ આશીર્વાદ રૂપ .
- ઓક્સિજન પ્લાન્ટ નંખાતાં કોરોના કાળમાં પ્રજાને હવે ઓક્સિજન માટે નહિ મારવા પડે વલખાં
- જીલ્લા કલેકટર આંનંદ પટેલે હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
કોરોના મહામારીમાં જિલ્લામાં ઊભી થયેલી ઓક્સિજનની તીવ્ર અછતને લઈને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ના પ્રયત્નો થકી વિકાસ કમિશનર ગુજરાત ને સુઈગામ, ભાભર અને વાવ તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રકમ મંજુર કરવા રજૂઆત કરાઈ હતી જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે વાવ ના રેફરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી જે અંતર્ગત ભવિષ્ય માં આવનારી ત્રીજી લહેર આવે તેની પૂર્વ તૈયારી કરવાના આદેશ અને સૂચનો કર્યા હતા જે અંતર્ગત વિકાસ કમિશનર ગુજરાત રાજ્યે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૫૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ,ટેંકો, પાઇપલાઇન તથા આનુસંગિક સામગ્રી ઉભી કરવાની કામગીરી માટેની મંજૂરી આપતાં કોરોના મહામારીનો સામનો કરતા છેવાડાના વિસ્તારની પ્રજામાં રાહત થશે. ઉલ્લેખનીય છે કે વાવ માં આવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્તો બને નેતા ઓ આપી વિકાસ કમિશનર, ગુજરાત રાજ્યને આપવામાં આવેલી છે અને તેની પણ મંજૂરીનું કામ ગતિ માં છે.રણની કાંધીએ આવેલા વાવ જેવા છેવાડાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ નંખાતાં કોરોના કાળમાં આ વિસ્તારની પ્રજાને સુકા રણ માં મીઠી વીરડી સમાન આ ઓક્સિજન છે જેથી ભવિષ્ય અને લાંબા ગાળે ઓક્સીજન માટે કયાંય લાંબા થવું નહીં પડે.જે અંતર્ગત લાંબા સમય સુધી ને લોકો ને સેવા મળી રહશે
Contents
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )કોરોના મહામારીમાં જિલ્લામાં ઊભી થયેલી ઓક્સિજનની તીવ્ર અછતને લઈને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ના પ્રયત્નો થકી વિકાસ કમિશનર ગુજરાત ને સુઈગામ, ભાભર અને વાવ તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રકમ મંજુર કરવા રજૂઆત કરાઈ હતી જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે વાવ ના રેફરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી જે અંતર્ગત ભવિષ્ય માં આવનારી ત્રીજી લહેર આવે તેની પૂર્વ તૈયારી કરવાના આદેશ અને સૂચનો કર્યા હતા જે અંતર્ગત વિકાસ કમિશનર ગુજરાત રાજ્યે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૫૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ,ટેંકો, પાઇપલાઇન તથા આનુસંગિક સામગ્રી ઉભી કરવાની કામગીરી માટેની મંજૂરી આપતાં કોરોના મહામારીનો સામનો કરતા છેવાડાના વિસ્તારની પ્રજામાં રાહત થશે. ઉલ્લેખનીય છે કે વાવ માં આવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્તો બને નેતા ઓ આપી વિકાસ કમિશનર, ગુજરાત રાજ્યને આપવામાં આવેલી છે અને તેની પણ મંજૂરીનું કામ ગતિ માં છે.રણની કાંધીએ આવેલા વાવ જેવા છેવાડાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ નંખાતાં કોરોના કાળમાં આ વિસ્તારની પ્રજાને સુકા રણ માં મીઠી વીરડી સમાન આ ઓક્સિજન છે જેથી ભવિષ્ય અને લાંબા ગાળે ઓક્સીજન માટે કયાંય લાંબા થવું નહીં પડે.જે અંતર્ગત લાંબા સમય સુધી ને લોકો ને સેવા મળી રહશે