યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારના મેઘપુરા ગામ મા જાહેર જનતાના ઉપયોગ માટે ગ્રામ પંચાયત દ્વારા કોમ્યુનિટિ બનાવવામા આવ્યો હતો પરંતુ તેના પર મેઘપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા બીન અધિકૃત કબ્જો કરવામા આવ્યો હતો જેથી ગામના જાગૃત યુવા અમરતભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ પ્રજાપતિ તેમજ ધયડા ઇશ્વરભાઈ દ્વારા છેલ્લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારીશ્રી સુઇગામ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાલનપુર તેમજ વિકાસ કમિશનર ગાંધીનગર અને મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ વારંવાર રજુઆત કરવામા આવી રહિ હતી જેના અનુસંધાનમાં કમિશનર સાહેબશ્રી ગાંધીનગરની તેમજ તાલુકા વિકાસ અધિકારી સુઇગામ નો તારીખ 26/03/2021 ના આદેશથી મેઘપુરા ગામમા તલાટી તેમજ સરપંચ દ્વારા જાહેર કોમ્યુનિટિ હોલને તારીખ 09/04/2021 ના રોજ શીલ કરી દેવામા આવેલ છે