નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયા પર કામચલાઉટ સ્ટેલગાવી દીધો છે. તેની સાથે જ કોર્ટે એક કમિટીની રચના કરી છે. તેમાં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, હરસિમરત માન, પ્રમોસ જોશી અને તેરિંદર સિંહ માનને સામેલ કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે મોટો સવાલ એ છે કે શું ખેડૂત સંગઠન કેન્દ્ર સરકારની બનાવેલ આ કમિટીની સામે હાજર થશે? કારણ કે ખેડૂત સંગઠનો તરફથી ગઈકાલે જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ કૃષિ કાયદા પર સ્ટેનું સ્વાગત કરે છે પરંતુ અમે કોઈ કમિટીની સામે હાજર નહીં થઈએ. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગણતંત્ર દિવસમાં અવરોધ થવાની આશંકાની અરજી પર સોમવારે સુનાવણી થશે. તેને લઈને સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ આપી છે. લોકોને રામલીલા મૈદાનમાં ગ્યા મળવી જોઈએ એવી જગ્યા જ્યાં પ્રેસ અને મીડિયા પણ તેને જોઈ શકે. પ્રશાસન તેને દૂર ગ્યા આપવા માગે છે.