સરહદી બનાસકાંઠા ના વાવ ના ખીમાણાવાસ ગામે આગ ની ધટના સામે આવી છે જાણવા મળતી માહિતી અનુસાર ઉતર ગુજરાત વીજ કંપની ની બેદરકારી ના કારણે ખીમાણા વાસ અને નવાવાસ પ્રાથમિક શાળા ની બાજુ માં વીજ થાંભલા માં શોટ સર્કીટ ના કારણે આગ ભભૂકી ઉઠી હતી જેમાં બાજુમાં રહેતા વેણ નારણભાઈ પીરાભાઈ ના રહેણાક ધરમાં ૧૦૦૦ થી વધુ ધાસ ના પૂળા બળી ને ખાખ થયા છે ધટના ની જાણ ખીમાણાવાસ સરપંચ વર્ધસિંહ ગોહિલ તેમજ આજુબાજુ રહેતા રહેણાંક રહીશો ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો આ બાબતે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ ખીમાણાવાસ સરપંચ વર્ધસિંહ ગોહિલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવ્યું હતું કે થાંભલા ખસેડવા વારવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આ ઉત્તર ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ આંખ આડા કાન કરે છે અને ભોગવવાનો વારો આમ જનતા ને આવે જેથી તંત્ર આવા અધિકારી સામે લાલ આંખ કરે માંગ કરી હતી.અને ખેડૂત બળીને ખાખ થયેલ ધાસ -ચારા નું વળતર આપે તેમ જણાવ્યું હતું