બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી ને પગલે સાવત્રિક મેઘ મહેર જોવા મળી છે ત્યારે ડીસા તાલુકાના ભીલડી બજારમાં આવેલ નવી ભીલડી ખાતે ગોગામઢ પ્રાથમિક શાળા અને ગોગામઢ સોસાયટી વિસ્તારમાં ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાઇ જતાં વિધાર્થીઓ સહિત રહીશો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે અવરજવર કરવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આજે શનિવાર હોવાથી શાળા ચાલુ હોવાથી શાળામાં પાણી ભરાઇ જતાં એક દિવસ પુરતી શાળા બંધ રાખવામાં આવી હતી ત્યારે તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે વિધાર્થીઓ સહિત રહિશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે….