પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-01ના લોંચિગ માટે અંતિમ ઘડીઓ ગણવાની શરૂઆત થઈ ગઈ છે. ઈસરોએ શુક્રવારે જણાવ્યું હતું કે આ સેટેલાઈટ 7મી નવેમ્બરે વ્હિકલ PSLV-C49થી લોંચકરવામાં આવશે. આ સાથે જ નવ આંતરરાષ્ટ્રીય કસ્ટમર સેટેલાઈટ લોંચ કરવામાં આવશે. લોંચિગ સમય શનિવારે બપોરે 3.02 વાગ્યાનો છે.
ઈસરોએ કહ્યું- PSLV-C49/EOS-01 મિશન લોંચિંગ માટે અંતિમ ગણતરી શ્રીહરીકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 1.02 વાગ્યાથી શરૂ થયુ છે. ભારતનું પોલર સેટેલાઈટ લોંચ વ્હિકલ પોતાના 51માં અભિયાનમાં નવ અન્ય દેશોના સેટેલાઈટો સાથે EOS-01ને મુખ્ય સેટેલાઈટ તરીકે પ્રક્ષેપિત કરશે. ઈસરોએ કહ્યું કે આ સેટેલાઈટનો ઉપયોગ કૃષિ, વન્ય અને ઈમર્જન્સી મેનેજમેન્ટ કરી શકાશે.