ડીસા માં કડકડતી ઠંડીમાં પણ પાણીનો પોકાર

સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે.. પરંતુ ઊંડા જતાં ભૂગર્ભ જળને પગલે હવે આ સમસ્યા ભરશિયાળામાં જોવા મળી રહી છે.. જેમ જેમ ભૂગર્ભમાં પાણીનું સ્તર ઊંડું પહોંચી રહ્યું છે તેમ તેમ પાણીની કિલ્લત શરૂ થઈ ચૂકી છે.. ડીસામાં પણ હજુ ઉનાળાની તો શરૂઆત નથી થઈ અને અત્યારથી જ લોકોને પાણીની બુંદ બુંદ માટે તરસવું પડી રહ્યું છે.. ડીસા શહેરમાં આવેલા શિવનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી મળતુ ના હોવાથી રોષે ભરાયેલી મહિલાઓ આજે ડીસા નગરપાલિકામાં પાણીની રજૂઆત કરવા માટે પહોંચી હતી.. અને પાણી ના મળતુ હોવાથી આ વિસ્તારના લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે વાત કરી હતી..

ડીસા નગરપાલિકામાં પાણીના કકળાટની રજૂઆત કરવા માટે આવેલી મહિલાઓને પાણીની સમસ્યા અંગેનું કારણ બોરમાથી પાણીનું પ્રેસર મળતુ ના હોવાનું જણાવવામાં આવ્યું છે.. એટ્લે એક વાત તો સ્પષ્ટ છે કે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી ગયા છે અને તેના લીધે જ હવે લોકોને પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. ભર શિયાળામાં પાણીનો આવો કકળાટ રહેતો હોય ત્યારે ઉનાળામાં પરિસ્થિતી કેટલી ગંભીર બની જશે…! તેનો અંદાજ લગાવવો પણ અઘરો છે.. ત્યારે સરકાર દ્વારા પણ ડીસા આસપાસના વિસ્તારમાં ઊંડા ઉતરી ગયેલા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે યોગ્ય પગલાં ભરવાનો સમય પાકી ગયો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *