Tecno Spark 9 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને માત્ર એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 11GB રેમ સપોર્ટ છે. સૌથી ખાસ વાત એ છે કે તેની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવી છે.
Tecno Spark 9કિંમત અને સેલ
Tecno Spark 9 સિંગલ વેરિઅન્ટ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 9,499 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનનો સેલ 23 જુલાઈથી શરૂ થશે. તેને ઈ-કોમર્સ સાઈટ Amazon પર સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.કંપનીએ આ સ્માર્ટફોનને Infinity Black અને Sky Mirror કલર ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. આ ફોન આગામી એમેઝોન પ્રાઇમ ડે સેલ દ્વારા સેલમાં આવશે.
Tecno Spark 9ના ફિચર્સ અને સ્પેશિફિકેશન
Tecno Spark 9માં 6.6-ઇંચની LCD HD+ સ્ક્રીન છે. તે વોટરડ્રોપ નોચ સાથે આવે છે. તેનું ડિસ્પ્લે 90Hz સુધીના રિફ્રેશ રેટ સાથે આવે છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં MediaTek Helio G37 ચિપસેટનો ઉપયોગ કર્યો છે.તેમાં 6GB રેમ છે. કંપનીએ આ ડિવાઈસમાં રેમ એક્સપાંશન ફીચર પણ આપ્યું છે. જેની મદદથી સ્માર્ટફોનની રેમ વર્ચ્યુઅલી રીતે 11GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના બેક સાઇડમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.તેનો પ્રાઇમરી કેમેરો 13-મેગાપિક્સલનો છે. તેની સાથે LED ફ્લેશ પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12-આધારિત HiOS UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં 5,000mAh બેટરી અને બેક સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ કિંમતે, Tecno Spark 9 Redmi 10A, Realme C31, Poco C31 અને અન્ય સ્માર્ટફોન સાથે કોમ્પિટિશન કરશે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતમાં Tecno Camon 19 સીરીઝ લોન્ચ કરવામાં આવી હતી. આ સીરીઝમાં 64 મેગાપિક્સલ રિયર અને 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.