સુખબીર સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ભાજપ પર જોરદાર હુમલો કરતા નજરે પડી રહ્યાં છે. વીડિયોની સાથે તેઓએ કેપ્શનમાં લખ્યું છે, “દેશમાં ભાજપ અસલી ટુકડે-ટુકડે ગેંગ છે. તેઓએ રાષ્ટ્રીય એકતાને ખંડિત કરી દીધી છે. શરમ મૂકીને હિંદુઓને ભડકાવ્યા અને હવે શાંતિપ્રિય પંજાબી હિંદુઓને શીખ ખાસ કરીને ખેડૂત વિરૂદ્ધ ભડકાવવામાં જોતરાયા છે. તેઓ દેશભક્ત પંજાબીઓને સાંપ્રદાયિકતાની આગમાં નાખી રહ્યાં છે.”
કૃષિ કાયદાએ 23 વર્ષના સાથ પર પૂર્ણવિરામ મુક્યું
આ પહેલાં પણ બાદલ પરિવાર દ્વારા કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતોની સાથેનો મોટો દગો ગણાવ્યો હતો. આટલું જ નહીં સુખબીર બાદલે અકાલી દળને NDAથી અલગ કરવાની જાહેરાત કરતા પંજાબની ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી હતી.