સુઈગામ ના ગોલપ નેસડા ના ૭ ઈસમો વિરુધ એક્રોસીટી એક્ટ અને રાયોટીંગ,૩૦૭ નો ગુનો નોધાયો …

  • સુઈગામ પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઇ દ્વારા ગંભીરતા દાખવવામાં ના આવતા યુવાન ઉપર સવારમાં જીવલેણ હુમલો થવા ના આક્ષેપો કરાયા ..
  • સુઈગામ ના નેસડા ગામ ના યુવાન પર જીવલેણ હુમલો
  • જમીનની અદાવતમાં દલીત યુવાન ઉપર  ગામના ઝનુની અને માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો

યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :સુઈગામ

સરહદી સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ગામે દલિત ઈસમ ઉપર જીવલેણ હુમલો જેમાં તારીખ ૨૪/૦૭/૦૨૧ ની રાત્રે બળદેવભાઈ અમરાભાઈ  ના ખેતરની વાડને માથાભારે ઈસમે આગ લગાવતાં વાડ બળી ને ખાખ થઇ જતા સુઈગામ પોલિસ સ્ટેશને જાણ કરવા ગયા હતા ત્યારબાદ ખેતર માલિકને સવારમાં માથાભારે ઈસમ વાડ આગ ચાંપતો હતો ત્યારે વાડ ને આગ ચાપતા ની  ના પાડતાં માથાભારે ઈસમ દ્વારા દલિત ઈસમ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતી અનુસાર જમીનની અદાવતમાં દલીત યુવાન ઉપર  ગામના ઝનુની અને માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરાતા યુવાનના માથાના ભાગે તેમજ હાથ-પગ તોડી દેવામાં આવ્યા છે જેને લઇને યુવાનને તાત્કાલિક ધોરણે વાવ અને ત્યાં થી થરાદમાં પણ ગંભીર ઈજાગ્રસ્ત હોવાને કારણે પાલનપુર રિફર કરી સારવાર હેઠળ મોકલવામાં આવ્યો સુઈગામ પોલીસ સ્ટેશને  એટ્રોસીટી એક્ટ,રાયોટીગ,૩૦૭,૩૨૪ ,૩૨૩ ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધાવા તાજવિજ હાથ ધરાઈ છે

શું કહે છે ભોગ બનનાર કાકા ?

જોકે ભોગ બનનાર યુવાનના  કાકા સાથે યે હૈ ન્યૂઝ ઇન્ડિયા ના સ્થાનિક રિપોર્ટર સ્થળ પર પહોચ્યા હતા ત્યારબાદ વાતચીત કરી હતી શ્રી ગોવિંદભાઈ વિહાજી રાઠોડ (રિટાયર્ડ આર્મી મેન)દ્વારા  કહેવામાં આવ્યું કે અમોએ ગઈકાલે રાત્રે તારીખ ૨૪/૦૭/૨૦૨૧ ના રોજ રાત્રે સુઈગામ પોલીસ સ્ટેશનની અંદર અરજી અસરે સમય રાત્રીના ૨૨:૧૬ કલાકે પોતાના માલિકીના ખેતરની વાડ ગામના ઝનુની અને માથાભારે ઈશમોએ  સળગાવેલ તે બાબતની લેખિતમાં રુબરુ અરજી આપીને જાણ કરવામાં આવી હતી તેમ થતાં સુઈગામ પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઇ દ્વારા ગંભીરતા દાખવવામાં ના આવતા યુવાન ઉપર સવારમાં જીવલેણ હુમલો થયો છે યુવાન ના કાકા દ્વારા સુઈગામ પોલીસ પર કામગીરી નહિ કરવા અને આરોપી ને છાવરી રહી છે પોલીસ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા .

નેસડા ના ૭ ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

(1) સ્વરૂપભાઈ સવાઈભાઈ રાજપૂત

(2) બબાભાઈ સ્વરૂપભાઈ રાજપૂત

(૩) રામસંગભાઈ સ્વરૂપભાઈ રાજપૂત

(4) ગેમરભાઈ સ્વરૂપભાઈ રાજપુર

(5)નિલેષભાઈ આબાભાઈ રજપુત

(6) આબાભાઈ સુજાભાઈ રાજપૂત

(7) વિક્રમભાઈ સારગંભાઈ રાજપૂત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *