- કોરોના ની વિકટ પરિસ્થતિ ને લઇ ને અનેક રાજકારણી લોક સેવા કરવા આગળ આવ્યા
- સુઈગામ CHCમાં ૯ બેડની ઓક્સિજન લાઈન કાર્યરત છે
- ૨૦ બેડ માટે ઓક્સિજન લાઈનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
- સુઈગામ TDO કાજલ બેન આંબલીયા એ અનેક રાજકારણી ઓ નો આભાર વ્યક્ત કર્યો
સરહદી પંથક માં ઓક્સીજન ની વ્યવસ્થા ને લઇ અનેક લોકો અને પક્ષ વિપક્ષ છોડી લોકો ની સેવા કરવા આગળ આવી રહ્યા છે જયારે પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી અને ચેરમેનશ્રી, બનાસડેરી માનનીયશ્રી શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રની હાજરીમાં સૂઈગામ ખાતે બેઠક યોજાયેલ. આ બેઠકમાં સૂઈગામ તાલુકામાં કોરોના દર્દીની સારવાર માટે CHC સૂઈગામ ખાતે ઓક્સિજન લાઈન નાખવા માટે જરૂરી કાર્યવાહી કરવા માનનીયશ્રી શંકરભાઈ ચૌધરીએ સૂચન કરેલ અને તે માટે જરૂરી તમામ નાણાંકીય વ્યવસ્થા કરવાની ખાતરી આપેલ. તેઓનાં સૂચન મુજબ, હાલ સુઈગામ CHCમાં ૯ બેડની ઓક્સિજન લાઈન નાખી દેવામાં આવી છે. ટૂંક સમયમાં વધુ ૨૦ બેડ માટે ઓક્સિજન લાઈનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઓક્સિજન લાઈનની પ્રક્રિયાના જરૂરી ખર્ચ માટે આજરોજ તારીખ ૧૧/૫/૨૦૨૧ના રોજ એપીએમસી સૂઈગામ દ્વારા રૂપિયા ૨,૫૦,૦૦૦/- (રૂ. અઢી લાખ) નો ચેક તાલુકા વિકાસ અધિકારીશ્રી કાજલ બેન આંબલીયા સૂઈગામને અર્પણ કરવામાં આવેલ છે . કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં ઑકિસજન લાઈનની વ્યવસ્થા માટે નાણાંકીય મદદ કરવા બદલ તાલુકા પંચાયત સૂઈગામ માનનીયશ્રી શંકરભાઈ ચૌધરી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી બનાસકાંઠા અને ડિરેક્ટરશ્રી, એપીએમસી સૂઈગામ શ્રી ઉમેદદાન ગઢવીનો આભાર વ્યક્ત કર્યો