
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા સરહદ ને અડી આવેલો સુઈગામ તાલુકા માં આજ રોજ 15 મી ઓગષ્ટ ના 75 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે સુઈગામ તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ જેલાણા પ્રા. શાળા ખાતે ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે માન. ડેપ્યુટી કલેક્ટર શ્રી નવલદાન ગઢવી સાહેબ, સુઈગામ મામલતદાર પ્રવિણદાન ગઢવી , વાવ વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર, ટી. ડી. ઓ. સાહેબ શ્રી કે. એ. ભાટિયા સાહેબ, તેમજ જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ઉમેદદાનજી, સુઈગામ પી.એસ.આઈ કે. એચ. સુથાર સ, ભાજપ પ્રમુખ પીરાભાઈ, THO સાહેબ, તેમજ ગામના આગેવાનો, અને પ્રા. શાળા ના આચાર્ય ધનજીભાઈ હાજર રહ્યા હતા . પ્રાંત સાહેબ શ્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

તથા તેમના હસ્તે જેલાણા ગ્રામ પંચાયત ને વિકાસના કામો માટે રૂપિયા પાંચ લાખ, ધારાસભ્ય શ્રી ગેનીબેન દ્રારા MLA ગ્રાન્ટ માંથી રૂપિયા ત્રણ લાખ શિક્ષણ માટે તથા જિલ્લા પંચાયત સદસ્ય દ્રારા તેમની ગ્રાન્ટ માંથી રૂપિયા ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી. તે બાદ જેલાણા પ્રા. શાળા અને મા. શાળા ના સહયોગથી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. મહેમાનો દ્રારા ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત સામતાભાઇ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું. તથા સુઈગામ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી કાણોઠી પ્રા. શાળા, પુલકિતકુમાર પટેલ- સેડવ, પ્રદીપસિંહ ચાવડા લીબુણી, કૈલાશબેન પટેલ સોલંકીપુરા, જગદીશભાઈ ધનાણા, લક્ષમણભાઈ મેઘાણીવાસ, લક્ષમણભાઇ આહીર ધ્રેચાણા શાળાના શિક્ષકો ને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ નું આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો