યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.જે.મોથલીયા તથા બોર્ડરરેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર ના તરફથી જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સૂચના આપેલ જે અનુસધાને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવ થરાદ વિભાગ ના માર્ગદર્શન હેઠળ સરહદી સૂઈગામ પોસ્ટે ગુ.ર.નં. પાર્ટ “એ”-૦૩૩૪ ઇ.પીકો. ૬.૩૭૯ મુજબના કામે કે.એચ.સુથાર પો.સબ.ઇન્સ. સૂઈગામ પોસ્ટે તપાસમાં હતા દરમ્યાન વાવ પોર્સ્ટના અ.હે.કો. અમરસિંહ ચમનજી વાહન ચેકિંગ દરમ્યાન બે શંકાસ્પદ ઈસમોને પકડેલ હોય જે બાબતે બંને પોસ્ટે દ્વ્રારા એકબીજા જોડે સંકલન કરીને બંને આરોપીઓની પૂછપરછ કરતાં આ કામના મુખ્ય આરોપી વર્ધાભાઈ માલાજી રાજપૂત રહે.સૂઈગામ વાળાનું નામ સામે આવેલ જે બાબતે સૂઈગામ પોસ્ટેથી એક ટિમ બનાવી આ ચોરી ના મુખ્ય આરોપી વર્ધા રાજપૂત રહે.સૂઈગામ વાળાને પકડી પાડી ગુનાના કામે ચોરી થયેલ સોલાર પ્લેટ તથા ઉપયોગમાં લીધેલ મો.સા. કબ્જે કરી ત્રણેય આરોપી(૧) વર્ધાભાઈ માલાજી રાજપૂત રહે.સૂઈગામ (ર) કાનજીભાઇ જગાભાઇ ઠાકોર રહે.જલોયા તા.સૂઈગામ(3) ઠાકરશીભાઈ રત્નાભાઇ ઠાકોર રહે.બુકના તા.વાવ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.