સુઈગામ ટી.ડી.ઓ. તરીકે બાહોશ મહિલા અધિકારી મુકાયા

  • ઈન્ચાર્જના હવાલે ચાલતી તા.પં.માં નિયમિત ટી.ડી.ઓ. મુકાયા

ચાર્જ સંભાળતાની સાથે જ તા.પંચાયતના પ્રમુખ મેહુલભાઈ કલાલે તેમજ સુઈગામ તા.ભાજપ પ્રમુખ પીરાભાઈ ગામોટે માં નડેશ્વરીની છબી આપીને સન્માન કર્યું હતું અને છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જના હવાલે ચાલતી સુઈગામ તા.પં.કચેરી ખાતે ખેડા જિલ્લામાં ફરજ બજાવી રહેલાં બાહોશ અને કાર્ય કુશળ મહિલા અધિકારી કાજલબેન આમબલીયાને મુકાયા છે. છેલ્લા પાંચ દિવસથી સુઈગામ તા.પંચાયતનો ચાર્જ સંભાળતાની સાથે જ મહિલા અધિકારીએ સુઈગામ તાલુકાના ગામોની જાત મુલાકાત લઈ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. બાહોશ મહીલા અધિકારીએ સુઈગામ તાલુકા પંચાયતનો ચાર્જ સંભાળતાની જ સાથે જ વહીવટ અને વિકાસના કામો એ હરણફાળ ભરી દીધી છે. બાહોશ મહિલા અધિકારીની નિમણુંક થતા વચેટીયા થેલીઓવાળા ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે. જાણવા મળતી માહિતી અનુસાર મહિલા અધિકારી વહીવટ અને વિકાસના કામોની જાતે રૂબરૂમાં ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ જ પોતે જાતે નિર્ણય કરે છે. આમ બાહોશ મહિલા અધિકારીની સરહદી સુઈગામ પંથકમાં નિમણુંક થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. ચાર્જ સંભાળતાની સાથે જ તા.પંચાયતના પ્રમુખ મેહુલભાઈ કલાલે તેમજ સુઈગામ તા.ભાજપ પ્રમુખ પીરાભાઈ ગામોટે માં નડેશ્વરીની છબી આપીને સન્માન કર્યું હતું અને અવરકાર્ય હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *