એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા આંધ્રપ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિના કરાયા શ્રી ગણેશ… બનાસ ના દૂધ ઉત્પાદન અને વેચાણ વ્યાપ વધારવા આંધ્રપ્રદેશમાં પણ આજથી શ્રીગણેશ કરાયા… એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરી દ્વારા સમગ્ર ભારતભરમાં બનાસડેરી દ્વારા અલગ-અલગ પ્રોડક્ટ ના પ્લાન્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આંધ્રપ્રદેશમાં પણ શ્વેતક્રાંતિના શ્રી ગણેશ કર્યા છે.. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક અચ્ચુતાપુરમ ખાતે પેકેજીંગ પ્લાન્ટની શરૂઆત થશે. અને બનાસ ના દૂધ ઉત્પાદન અને વેચાણ નો વ્યાપ વધારવા આજે આંધ્રપ્રદેશમાં પણ આજથી શ્વેતક્રાંતિના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.. દેશમાં નામ રોશન કરનારી બનાસડેરી હવે દિવસેને દિવસે વિસ્તાર વધારી છે

બનાસકાંઠામાં બનાસડેરીના બે પ્લાન્ટ હાલમાં અસ્તીત્વમાં છે ત્યારબાદ ગુજરાત ઉત્તર પ્રદેશ અને હવે આંધ્રપ્રદેશમાં પણ બનાસ ડેરી નો નવો પ્લાન્ટ અસ્તિત્વમાં આવ્યો છે જોકે દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર કહી શકાય છે દેશ અને દુનિયામાં બનાસડેરી હવે નામ રોશન કરે તેમાં કોઈ નવાઈ નહીં પશુપાલકોની મહેનત રંગ લાવી છે અને બનાસ ડેરીમાંથી અનેક ચીજવસ્તુઓ અને પેદાશો હવે દૂધની દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવશે…