દેશનો આવનાર ભવિષ્ય શાળાઓમાં ભળતા બાળકો છે કે જેવો દરેક શેત્રે આગળ વધે તે માટે શાળા કોલેજોમાં અનેક આયોજનો થતા હોય છે ત્યારે વિજ્ઞાન બાબતે બાળકો સહીત વાલીઓમાં જાગૃતિ આવા તેવા ઉમદા હેતુ સાથે એક શાળા દ્વારા સાયન્સ એક્ઝિબિશન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું…બાળકો માં સાયંસ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે નંદુબા ઇંગલિશ એકેડેમીમાં સાયન્સ એક્ઝિબિશન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 150 થી પણ વધારે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જ્યાં શાળાના 200 થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ સાયન્સ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો અને સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ સાયન્સ પ્રોજેક્ટ 20 દિવસમાં તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે નંદુબા ઇંગલિશ એકેડેમી દ્વારા સેવ સોઇલના કોન્સેપ્ટ ઉપર આ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમનું મુખ્ય હેતુ પર્યાવરણને નુકસાન ન થાય અને પ્રાકૃતિક માટીને કેવી રીતે બચાવી શકાય તે હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આ એક્ઝિબિશનમાં 4 વર્ષના બાળકોથી લઈને 16 વર્ષના વિદ્યાર્થીઓ એ આ પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન અને ટેલેન્ટ દર્શાવ્યું છે સાથેજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ઇન્ડિયાનો isro પ્રોજેક્ટ ,સોઇલ ઇરોઝોન, સેવ વોટર ,સેવ સોલ ,કેબલ બ્રિજ પ્રોજેક્ટ ,સાથે અન્ય ઇનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.નંદુબા ઇંગલિશ એકેડમી ની આચાર્ય ડોક્ટર મોનિકા શર્મા જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ બાળકોને પ્રેક્ટીકલ નોલેજ આવે સાથે જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પોતાના બાળકોનું ઉછેર થાય એ બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા સાથે જ સાયન્સ ને લગતી નોલેજ વિદ્યાર્થીઓમાં પૂરી પાડવામાં આવી હતી અને બાળકો એ પોતાની ક્રિએટિવિટી એક્ઝિબિશનમાં વિઝીટ લેવા આવતા વાલીઓ સમક્ષ પ્રદશિત કરી હતી.