બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શોર્ટકટથી કમાણીની લાલચમાં અનેક યુવાનો અને પુખ્ત લોકો જુગાર જેવી ખતરનાક પ્રવૃતિમાં સંડોવાઈ રહ્યાં છે. આ રીતે રમાતા જુગારના ખેલ પાછળ મોટી રકમ દાવ પર હોય છે. પોલીસ અને જુગાર રમાડનારા વચ્ચેની બાંધછોડ જેવી લોકચર્ચાઓ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે.

આ પ્રકારના જુગારમાં લાખોની હાર અને દેવાનો દબાણ મોટું તાણ ઉભું કરે છે, જેને લીધે લોકો વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ જાય છે. ઘણા લોકોને આ તણાવ એટલો વધે છે કે તેઓ આત્મહત્યાને અથવા તો ચોરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. આ બધાનો ભોગ આખા પરિવારને ભોગવવો પડે છે.
તાજેતરમાં સરહદી પંથકના એક ગામમાં એક લાખ રૂપિયાની એન્ટ્રી સાથે તીનપત્તી રમાતો મસમોટો જુગાર અડ્ડો ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ છે. જો આ વાત સાચી હોય, તો પ્રશ્ન એ થાય છે કે શું સ્થાનિક પોલીસતંત્ર આમાંથી અજાણ છે? કે પછી હકીકતમાં કોઈ “ઉચ્ચ સેટિંગ” હેઠળ આ અડ્ડા સલામત રીતે ચાલી રહ્યાં છે?