સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુક્ત ઇવેન્ટ એન્ડ હોસ્પીટાલીટી પ્રા. લી. મુંબઇ દ્વારા બી.એસ.એફ. જવાનોના મનોબળને વધારવાના ઉદ્દેશ્યથી સલામી-૨૦૨૨ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સુંદર સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ર્ડા.જે.આર.વડોદરીયા, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી ર્ડા. કે.પી. ઠાકર, શ્રી અભાબેન, મુક્ત ઇવેન્ટ એન્ડ હોસ્પીટાલીટી પ્રા. લી. મુંબઇના મુખ્ય નિયામકશ્રી સંતોષ પારસ, બી.એસ.એફ. ૯૩ બટાલીયન કમાન્ડન્ટશ્રી ડી.એસ.અહલાવત, ૧૦૫૫ આર્ટી રેજીમેન્ટના શ્રી સુકેશ જરોલીયા સહિત બી.એસ.એફ.ના અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.