- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના નાણાં મંત્રીએ રજુ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે. વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME નાના-મધ્યમ કદના ઉદ્યોગો માટે આ બજેટમાં વિશેષ ચિંતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ માટે, આરોગ્ય સુવિધાના વિકાસ માટે પણ પ્રાવધાન દ્વારા સૌના આરોગ્યની, સામાન્ય માનવીના જીવનની સુખાકારીની કાળજી લેવામાં આવી છે. આત્મનિર્ભર ભારતના બેઝ સાથેનું વિકાસકેન્દ્રી બજેટ હોવાનું તેમણે જણાવ્યું હતું.
- મુખ્યમંત્રીએ આ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં વિશ્વ આખું સ્થગિત થઇ ગયેલું છે. એટલું જ નહીં, ઘણા દેશો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનમાં ભારતે કોરોના કાળમાં પણ વિકાસ જારી રાખ્યો છે. આજે રજુ થયેલા કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાંતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના ધ્યેય સાથે વિકાસ કેન્દ્રી બજેટ છે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
રૂપાણીએ કેન્દ્રીય બજેટને વિકાસ કેન્દ્રી બજેટ ગણાવ્યું
Leave a Comment