બનાસકાંઠા જિલ્લો એ જાણે મીની યુ.પી બની ગયો હોય તેમ રોજ બરોજ ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગે હવે ચોરી લૂંટની ઘટનાઓ રોજ બરોજ બની રહી છે હાલમાં ચોરી અને લૂંટની ઘટનાઓ મોટાભાગે અજાણ્યા ઇસમો તીક્ષણ હથિયારોની જગ્યાએ હવે રિવોલ્વરથી અંજામ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ની ગુંદરી ચેકપોસ્ટ નજીક આવેલ શિવમ ઓટો મોબાઈલ માં બુકાનીધારી બે અજાણ્યા ઈસમોએ પ્રવેશ કર્યો હતો

આ બંને અજાણ્યા શખ્સો લૂંટના ઇરાદે શિવમ ઓટો મોબાઇલ માં પ્રવેશ કર્યો હતો જે બાદ શિવમ ઓટો મોબાઇલ ની અંદર સૂતેલા એક વ્યક્તિને લૂંટ કરવા આવેલ અજાણ્યા શખ્શે રિવોલ્વર બતાવી હતી જેથી શિવમ ઓટો મોબાઇલ માં પથારીમાં સૂતેલા વ્યક્તિ ડરી ગયો હતો જ્યારે લૂંટ કરવા આવેલા અન્ય એક સબસે દુકાન માં બેઠેલા વ્યક્તિના તમામ પૈસા તેમજ દુકાન અંદર પડેલા તમામ પૈસા ની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે