ધાનેરા માં વરસાદ ,ભારે પવન સાથે થાંભલાઓ પડી ગયા

ગુજરાત ભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ભારે પવન અને વરસાદથી અનેક જગ્યાએ નુકશાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.જેમાં ધાનેરા તાલુકા માં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો.વરસાદ ચાલુ થતા ની સાથે વીજળી ગુલ થઇ હતી.જેમાં હવામાન વિભાગના આંકડા અનુસાર વરસાદના આંકડા મુજબ  04mm વરસાદ વરસ્યો હતો.જેમાં ધાનેરા શહેર ના અનેક જગ્યાએ થાંભલા ઓ પડી ગયા હતા. જેમાં ધાનેરા શહેરમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર થતાં લોકો એ ગરમી થી  રાહત અનુભવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *