
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી પંથક માં છેલ્લા કેટલાય વર્ષ માં વાવ તાલુકા પંચાયત અડધો ડઝન ટી.ડી.ઓ મુકાયા હશે.જેમાં ૯૦ %ટી.ડી.ઓ ઇન્ચાર્જ ટીડીઓ રહ્યા છે પરંતુ વાવ તાલુકા પંચાયત રેગ્યુલર ટીડીઓ તરીકે રાહુલ પંકજ ભાઈ ભારદ્વાજ ને મુકવામાં આવ્યા છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર રાહુલ ભારદ્વાજ યુવા વર્ગ ના હોઈ ઉત્સાહી અને પ્રમાણિક અને એક નિપુણ અધિકારી ની છવી ધરાવે છે .જેઓ ગાંધીનગર વિકાસ કમિશનર ઓફીસ માં ફરજ બજાવતા હતા .આવતા ની સાથે અધિકારી અને સરપંચ તલાટી સહીત ના લોકો સામે કડક વલણ અપનાવવા સૂચનો કર્યા હતા વધુ માં અમારી ટીમ ના મીડિયા પ્રતિનિધિ એ નવનિયુક્ત યુવા ટીડીઓ રાહુલ ભારદ્વાજ ની મુલાકાત લીધી હતી અને જણાવામાં આવ્યું કે કોઈ પણ પ્રોબ્લેમ હોય મારો સીધો સંપર્ક કરજો વધુમાં કહ્યું હતું કે ખોટું કરીશ નહિ અને ખોટું કરવા નહિ દઉં