- સરહદી ગામડાઓમાં હજુ સુધી એસ.ટી.નિગમ તંત્ર દ્વારા બસો શરુ કરવામાં ન આવતાં ગ્રામિણ પ્રજાને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે
- સરહદી પંથક ના છેવાડાના ગામોમાં નેસડા,ગોલપ,,પાડણ,રડોસણ અને મેઘપુરા રુટની બસો બંધ
- યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :સુઈગામ
- સરહદી પંથક ના છેવાડાના ગામોમાં નેસડા,ગોલપ,,પાડણ,રડોસણ અને મેઘપુરા રુટની બસો બંધ હોવાથી ખાનગી વાહનોમાં ઘેટાં બકરાની જેમ પેસેન્જરોને ભરવામાં આવે છે છતાં,પણ જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડે છે હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, શાળાઓ, કોર્ટો ,તમામ સરકારી સંસ્થાઓ રાબેતા મુજબ શરૂ થઈ હોવાથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્ટે તેમજ દવાખાના ને લઞતુ સરહદી સુઈગામ તાલુકાના છેવાડાની ગ્રામીણ પ્રજા ને કામ હોયતો સમયસર પહોંચી શકાતુ નથી અને ખાનગી વાહનોમાં મો માગ્યા ભાડા ચૂકવી જીવના જોખમે બસો બંધ હોવાથી મુસાફરોને સુઈગામ તાલુકાની ગ્રામિણ પ્રજાને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે ત્યારે કોઈ અકસ્માતનો ભોગ ના બને તે માટે G.S.R.T.C નિગમ તાત્કાલિક ધોરણે સરહદી વિસ્તારોના કોરોના મહામારીના સમયે બંધ કરેવામાં આવેલા બસોના રૂટો ફરીથી રાબેતામુજબ સરુ કરવામાં આવે એવી રજુઆતો અગાઉ પણ મિડીયાના માધ્યમથી કરવામાં આવી હતી પણ ઘોર નિંદ્રામાં સુતેલા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ થરાદ ડેપોના જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગે છે ત્યારે આજે જાગ્રત નાગરીક પાડણ,રડોસણ અને નેસડા(ગોલપ) માજી સરપંચ સુજાજી રાજપુત દ્વારા મિડીયાના સમક્ષ પરજૂઆતો કરવામાં આવી હતી ,તો હવે GSRTC નિગમ થરાદ નખ ડેપો મેનેજર સરહદી સુઈગામ તાલુકાના છેવાડાના ગામોની પ્રજાના હિતમાં કોરાના સંક્રમણ મહામારી ના સમયે બંધ કરેલી તમામ બસો શરૂ કરવામાં આવશે કે પછી ખાનગી વાહન ચાલકો દ્વારા ખાનગી વાહનોમાં માં ઘેટાં બકરાની જેમ પેસેન્જરોને ભરી અને જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડશે ? એવુ પ્રજા મુખે ચર્ચાનો વિષય બન્યો