ડીસાના માલગઢ ગામે રહેતા ડાયાભાઈ પ્રકાશ માળી ડ્રાઇવર ની નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે. તેમજ બે દિવસ અગાઉ મોડી સાંજે હરેશભાઇ ની સ્વિફ્ટ કાર લઈને ડ્રાઇવર ડાહ્યાભાઈ ડીસા થી માલગઢ તરફ જઈ રહ્યા હતા અને આખોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ તેમની કારને આંતરીને ઊભી રખાવી હતી. કાર ઉભી રાખતા જ બાઇક પર આવેલા શખ્સોએ કાર ચાલક સાથે ઝપાઝપી કરી કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે કારચાલકે તેના માલિક હરેશભાઇ ને જાણ કરી તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. લૂંટ ના બનાવને પગલે જિલ્લા એલ.સી.બી અને ડીસા તાલુકા પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં કાર રાજસ્થાનના સાંચોર પાસે હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમો તાત્કાલિક પહોંચી હતી અને કાર ની લૂંટ કરી ફરાર થયેલા ઝેરડા ના હિસ્ટ્રીશીટર ગોવિંદસિંહ બચુસિંહ સહિત ત્રણ શખ્સો ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે