પાલનપુર નગરપાલિકા વોર્ડ નબર અગિયાર ગટર અને ગદા પાણી થી લોકો પરેશાન.. પાલનપુર નવા વોર્ડ નબર અગિયાર માં આવેલ સોનબાગ વિસ્તાર માં પટણી મંડપ પાસે ગંદકી થી રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે પરંતુ અહીંના સ્થાનિક કોર્પોરેટરો ના આંખ આડા કાન છે આ વિસ્તાર માં રહેતા લોકોએ વારંવાર કોર્પોરેટર અને નગરપાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર ને લેખિત અને મૌખિક પણ જાણ કરવા છતાં કોઈ નિકાલ કરવા આવતો નથી, લોકો નગરપાલિકા ની ઘોર બેદરકારી ના થી સોનબાગ પટણી મંડપ ની આસપાસ ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે તાત્કાલિક નગરપાલિકા ના કોર્પોરેટર શ્રી જાગીને આ ગંદકીને દુર કરાવે નહિ તો રોગ ચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા.. ચોમાસાની ઋતુમાં નગરપાલિકા પ્રિ મોન્સુન પ્લાનિંગ કરે છે છતાં નગરપાલિકા ની મોન્સુન પ્લાનિંગ ફક્ત કાગલ પર તેવું હાલતો દેખાઈ રહ્યું છે આ વિસ્તાર માં ના કોર્પોરેટર શ્રી તાત્કાલિક સોનબાગ વિસ્તાર મા પટણિ મંડપ પાસે સફાઈ કરાવવા માં આવે તેવી રહીશોની ઉગ્ર માંગ છે..