યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ ખાતે બનાસડેરી ના ચેરમેન અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. કોરોના મહામારીના બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક લોકો મોતને ભેટ્યા છે અને ઓક્સિજનના ભાવે અનેક મહિલાઓ વૃદ્ધો અને યુવાનો પણ કોરોનાનો ભોગ બન્યા છે, ત્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી ના અર્થાત પ્રયત્નો થકી સુઈગામ ગામ તાલુકા ની જનતા નું ઋણ અદા કરવાના હેતુથી સુઈગામ ખાતે ઓક્સિજન પ્લાન બનાવવા માટે સહાય કરી હતી. જે ઓક્સિજન પ્લાન્ટ આજે તારીખ ૨૮/૦૬/૨૦૨૧ ના રોજ તૈયાર તૈયાર થઇ જતા તેનું ઉદ્ઘાટન કરાયું હતું.જે તાલુકા ના અધિકારીઓ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને નામી અનામી અગ્રણી ઓ હાજર રહ્યા હતા