થરા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ/બીયરનુ કટીંગ કરતા બે ઇસમો સાથે એક સકોર્પીયો ગાડી તથા બે સ્વીફટ ગાડી સાથે કુલ બોટલ નંગ-૧,૩૬૪/- કુલ કી.રુ.૨,૦૮,૨૮૦/- એમ કુલ મુદ્દામાલ કીમત રૂ.૧૨,૬૮,૨૮૦/- પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથાબનાસકાંઠા જીલ્લાપોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર. ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી.દેસાઇ, નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો થરા પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે ખારીયા નર્મદા મુખ્ય કેનાલ ઉપર કસરા ગામ તરફની બનાસ નદીના સાયફન તરફ જતી કેનાલની ડાબી બાજુના ભાગે કેનાલ ઉપર એક સ્કોર્પીયો ગાડી નં GJ-10-BG-8702 તથા એક સ્વીફટ ગાડી નં GJ-08-BF-8258મા ભારતીય બનાવટનો વિદેશી દારુની અદલા બદલી કરી રહેલ છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડપ કરતા એક પાયલીંગ કરતી સ્વીફટ ગાડી નં .GJ-02-AP-1679 ઝડપી થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેશર ની કાર્યવાહી હાથધરી છે