પાડણ ખાતે શ્રાવણના પહેલા સોમવારે મુળેશ્વર મહાદેવ ધામે માનવમહેરામણ ઉમટ્યો

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પાડણ ખાતે આવેલ ઐતિહાસિક મુળેશ્વર મહાદેવ‌ના મંદિરે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સરહદી પંથકના ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા પાટણ ના સોલંકી રાજવી મૂળરાજ સોલંકીએ કરી હતી,અને ભવ્ય શિવલયનું નિર્માણ પણ 10મી સદીમાં સોલંકી સમ્રાટ મૂળરાજ સોલંકી એ કરાવ્યું હતું. 
સરહદી લોકોની આસ્થાના કેન્દ્ર સમાં મૂળેશ્વર દાદાના દર્શનાર્થે શ્રાવણ મહીનાના સોમવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય મેળા જેવો માહોલ સર્જાય છે,જેમાં આજે થરાદ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ મુળેશ્વર મહાદેવના દર્શન પૂજા કરી ધન્યતા અનુભવી હતી .સરહદી લોકોની આસ્થાનું કેન્દ્ર સમાન પવિત્ર ધામે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મુળેશ્વર મહાદેવના ચરણોમાં ધર્મપ્રેમી જનતાએ શિશ નમાવી પૂજા અર્ચના કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *