અમદાવાદ જિલ્લામાં પણ કોરોના વેક્સિન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 10 થી 13 ડીસેમ્બર સુધી સર્વેની કામગીરી ચાલશે. કેટલા લોકોને વેક્સિંગ આપવામાં આવશે તેનો ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેનો આજે બીજો દિવસ છે. જેમાં 3 લાખ 22 હજાર 9 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ સર્વેમાં મતદાર યાદીના આધારે 50 વર્ષથી મોટી ઉંમરના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. સર્વેના આજે બીજા દિવસમાં 30 ટકા જેટલી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.