કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ પાટણ જીલ્લાના નાગરિકો તેમજ આગેવાનો સાથે કરશે સીધો સંવાદ

પાટણ જીલ્લાના બે દિવસીય મુલાકાતે કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ પાટણ જીલ્લાના નાગરિકો તેમજ આગેવાનો સાથે કરશે સીધો સંવાદ કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ આવતીકાલ (21 ઓગસ્ટ) થી પાટણ જિલ્લાની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેમજ જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે. તેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલના પાટણ પ્રવાસને લઈને આજે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પિયુષ ગોયલ દેશમાં ઉદ્યોગ, ફૂડ, ગ્રાહક નિવારણ, ટેકસટાઇલ્સ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિતરણ વિભાગ સંભાળે છે. તેમના પ્રવાસ દરમ્યાન તેઓ પાટણ જિલ્લાના વિકાસની વિગતો અધિકારીઓ પાસેથી મેળવશે. પ્રવાસના પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ પર ઉતર્યા બાદ તેમના રાજકીય કાર્યક્રમોમાં તેઓ સહભાગી બનશે. જે બાદ સાંજે પાટણ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. પાટણ ભવ્ય ઐતિહાસિક ધરોહર ધરાવતી નગરી છે.

કેન્દ્રના કેબિનેટ મંત્રીશ્રી પિયુષ ગોયલ બીજા દિવસે સવારે રાણકી વાવની મુલાકાતે લેશે. જે બાદ પાટણની ઓળખ એવા પટોળા હાઉસની મુલાકાતે જશે. પટોળા હાઉસની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કાલિકા માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી પાટણ તાલુકાના ભદ્રાડા ગામે જવા રવાના થશે. જ્યાં કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે. જે બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા બાદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તન વિષે વિગતો મેળવશે. લાભાર્થીઓના સંવાદ બાદ કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ જિલ્લા કલેકટર ઓફિસે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં જીલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાની વિકાસ સંબંધિત માહિતીથી કેન્દ્રીય મંત્રીશ્રીને અવગત કરશે.

જે બેઠક બાદ કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ પોતાના પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો મામલે મીડિયા મિત્રો સાથે સંવાદ કરી પોતાના પ્રવાસની પૂર્ણાહુતિ કરશે. કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલના પાટણ જિલ્લાના પ્રવાસને લઈને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, પાટણના પ્રાંત અધિકારીશ્રી સચિન કુમાર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *