પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી બેઠકમાં સમાજના વિકાસ માટે ચિંતન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અલ્પેશ ઠાકોર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હટાવેલ OBC અનામત મામલે હુંકાર કરતાં જણાવ્યું હતું કે OBC સમાજ માટે અનામત માંગણી નહિ અમારો હક છે. આ બાબતે અવાજ ઉઠાવ્યો છે. જરૂર પડે તો લડીશું પણ હક છીનવવા દઇશું નહીં.પાટણ ખાતે યુનિવર્સિટીના રંગભવનમાં શનિવારે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ જીબાજી ઠાકોર સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
અલ્પેશ ઠાકોર સહિત હોદ્દેદારો દ્વારા સમાજના સામાજિક , શૈક્ષણિક અને રોજગાર ધંધા ક્ષેત્રે વિકાસ થાય તે માટે પ્રયાસો કરવા અને લોકોને મદદરૂપ બનવા માટે અપીલ કરી હતી. અલ્પેશ ઠાકોર સંબોધન કરતા જણાવ્યું હતું કે જે સમાજ શિક્ષણ , સેવા અને રોજગારી ક્ષેત્રે અન્ય સમાજને મદદરૂપ બને છે એ સમાજ હંમેશા આગળ આવે છે. ઠાકોર સમાજમાં પણ હવે બદલાવા આવી રહ્યો છે.
રાજ્યમાં આવે જનતા રેડ કરવાની જરૂર નથી લોકોને દારૂના વ્યસનથી દૂર રાખવાના વિચારો ફેલાવવાની જરૂર છે. તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામત દૂર કરવા મામલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે OBC સમાજને બંધારણમાં 27% અનામત આપી છે તે અમારો હક છે. મધ્યપ્રદેશમાં પણ સરકારે અનામત રાખેલ છે. સરકાર સમક્ષ OBC સમાજ અનામતની માગણી કરતો નથી પરંતુ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે. જો ઓબીસી સમાજને અન્યાય થશે તો જ્યાં જરૂર પડે ત્યાં લડીશું.