વોટ્સએપે ભૂતકાળમાં તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. ચેટ બેકઅપથી લઈને મેસેજ રિએક્શન સુધી ઘણા નવા ફીચર્સ યુઝર્સને આપવામાં આવ્યા છે. એપમાં વધુ એક નવું ફીચર ઉમેરાયું છે. હવે હોસ્ટ WhatsApp ગ્રુપ કોલિંગ દરમિયાન કોઈપણ યુઝરને જાતે મ્યૂટ કરી શકે છે.યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. વોટ્સએપે હમણાં જ ગ્રુપમાં ભાગ લેનારાઓની સંખ્યામાં વધારો કર્યો છે. આ પછી પણ આવા ઘણા ફીચર્સ છે, જે વોટ્સએપ ગ્રુપમાં મળતા નથી. આ સુવિધા અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર મળે છે. જો કે નવા ફીચર પછી વોટ્સએપ ગ્રુપ કોલિંગ પહેલા કરતા વધુ સારું થશે.વોટ્સએપના સીઈઓ વિલ કેથકાર્ટે નવા ફીચર વિશે માહિતી આપી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘વોટ્સએપ ગ્રુપ કોલ પર કેટલાક નવા ફીચર્સ આવ્યા છે. હવે તમે ગ્રૂપ કોલ દરમિયાન વ્યક્તિને મ્યૂટ અથવા મેસેજ કરી શકો છો. ઉપરાંત, જ્યારે નવા લોકો કૉલમાં જોડાશે ત્યારે યુઝર્સને માહિતી મળશે.એટલે કે, ગ્રુપ કોલ હોસ્ટ અન્યને મ્યૂટ કરી શકે છે. આ સાથે જ તેને નવા સભ્યના જોડાવા અંગેની સૂચના પણ મળશે. આ પહેલા વોટ્સએપે ગ્રુપ કોલમાં લોકોની સંખ્યા વધારીને 32 કરી દીધી છે. અગાઉ પ્લેટફોર્મ પર ગ્રૂપ કોલમાં માત્ર 8 લોકો જ ભાગ લઈ શકતા હતા. વોટ્સએપે આ અંગે એક પોસ્ટ બહાર પાડી છે.
વોટ્સએપ બ્લોગ પોસ્ટ અનુસાર, ‘જ્યારે તમે ગ્રૂપ વૉઇસ કૉલ મેળવો છો, ત્યારે યુઝર્સને ઇનકમિંગ સ્ક્રીન પર કૉલ પરના તમામ સભ્યો વિશે માહિતી મળશે. ઉપરાંત કોલ્સ ટેબમાં, તમને WhatsApp ગ્રુપ કૉલ્સની હિસ્ટ્રી પણ મળશે.
WhatsApp ગ્રુપ કૉલ કેવી રીતે કરવો? પહેલા તમારે ગ્રુપ ચેટમાં જવું પડશે. અહીં તમે 32 સભ્યોને એડ કરી શકો છો. જો સભ્યોની સંખ્યા 32 થી વધુ છે, તો તમે વૉઇસ કૉલ પર સ્વિચ કરી શકો છો. આમ કરવાથી, પ્રથમ 7 યુઝર્સ કૉલમાં જોડાશે