
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
પોતાના પરિવારથી દૂર રહી દેશની સરહદોની દિનરાત રખવાળી કરતા BSF જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે ગુજરાત ભરમાંથી મહિલાઓ અને બાલિકાઓ દ્વારા રક્ષા કવચ બાંધી દીર્ઘાયુની કામના કરી હતી,જેમાં વિવિધ સામાજિક સંગઠનો શાળા કોલેજોની મહિલાઓ,અને વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી,સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ શ્રી નડેશ્વરી માતાજી નજીક BSF કેમ્પ અને ઝીરો પોઇન્ટ સ્થિત દેશની રક્ષા માટે તૈનાત જવાનો સાથે આમ નાગરિકો દ્વારા દરેક તહેવારોની સાથે ઉજવણી કરાય છે,ત્યારે ખાસ કરીને રક્ષાબંધન જેવા ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં પોતાના પરિવાર અને બહેનોથી દૂર રહેલા જવાનોને ગુજરાત ભરમાંથી આવતી બહેનો દ્વારા રાખડીઓ બાંધવાની પ્રણાલી શરૂ થઈ છે,જે અંતર્ગત આજે મોટી સંખ્યામાં આવેલી બહેનોએ BSF જવાનોના હાથે રાખડીઓ બાંધવામાં આવી હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,રુપસીભાઇ થરાદ ધારાસભ્યગુલાબસિંહ રાજપૂત,ધુડાભાઇ સહિત.કે.પી.ગઢવી (વકિલ) અણદાભાઇ બજાણીયા શંકરભાઇવનડે પ્રમુખશ્રી હરજીભાઈ રાજપુત અગ્રણીઓ પણ જોડાયા હતા.