દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સુઈગામ તાલુકા મોરવાડા ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મી ઇસમને 20 વર્ષ ની કેદ અને 10 હજાર નો દંડ તેમજ ગુન્હામાં મદદગારી કરનાર ઇસમને 7 વર્ષ ની કેદ અને 5 હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.

કોર્ટ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ 6/4/2023ના સુઈગામ તાલુકાના મોરવાડા ગામે તારીખ પોતાના પરિવારજનો સાથે રાત્રિ ના સમય ઘર આંગણે સુતી હતી તે સમય દરમિયાન ગામના વિધર્મી ઈસમ શબ્બીર વલ્લીમમહમંદ સુમરા અને નરેશ ગણેશ વણકર નામના બે ઈસમોએ સગીરા ને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જઈ વિર્ધમી ઈસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જે અંગે ની ફરિયાદ તારીખ 6/4/2023ના સુઈગામ પોલીસ મથકે નોંધાઇ હતી જે અંગે નો કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જજ આર. ડી .પાંડે સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ ડી .વી .ઠાકોર દ્વારા ગુન્હામાં આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા કોર્ટે દલીલો ધ્યાને રાખી .સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મી ઈસમ શબ્બીર વલ્લીમમહમદ સુમરા ને 20 વર્ષ ની કેદ અને 10 હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં ગુન્હામાં આરોપી ની મદદ કરનાર નરેશ ગણેશ વણકર ને સાત વર્ષ ની કેદ અને 5 હજાર નો દંડ આપતો ચુકાદો આપતાં કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.