- નવીન આયોજન માં ૧૫% વિવેકાઘીન,એટીવીટી કાર્યવાહક,૪૯,વિકાસશીલ,૧૫ નું નાણાંપંચ જેવા કામોની કરાઈ રજુઆત.
બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના તાલુકા કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચ જેવાકે સુઇગામ-૧ તા. પં. સદસ્ય,ચાળા-૩ તા. પં.સદસ્ય,ડેલીગેટ સદસ્ય કૉંગ્રેસ બેણપ વિભાગ, સુંઇગામ-૨ સદસ્ય તા. પં,ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખશ્રી દ્રારા આજરોજ સુઇગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સુઇગામ ટી.ડી.ઓ.કુ.કાજલબેન આંબલીયા ને આવેદનપત્ર આપી વર્ષ ૨૦૨૦-૨૧ ના નવીન આયોજન કરવા જણાવ્યું હતુ,

આવેદન માં તાલુકા પંચાયત ના કૉંગ્રેસ પક્ષના સદસ્યો દ્રારા લેખિત માં જણાવ્યું હતુ કે ૧૫% વીવેકાધીન,એટીવીટી કાર્યવાહક,૪૯ વિકાસશીલ,અને ૧૫ નું નાણાપંચ તાલુકા કક્ષા જેવા નવીન આયોજન કરવા તેમજ આવા આયોજનો છેલ્લાં દોઢેક વર્ષથી થયા ના હોવાથી ગામડાઓનો વિકાસ રુંધાય રહ્યો છે ,તેથી આવા નવીન આયોજન કરવા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના સદસ્યોએ સામૂહિક લેખિત આવેદન આપી રજૂઆત કરી હતી,આજના લેખિત આવેદન માં રજૂઆત કરનાર સુઈગામ -૧ સદસ્ય શ્રીમતી સંતોકબેન રામસંગભાઇ,સુઇગામ-૨ સદસ્ય શ્રીમતિ પરમાર રગાબેન નાનજીભાઈ,ચાળા-૩ સદસ્ય શ્રીમતિ અનસૂયાકુંવર દીઁગપાલસિંહ ગઢવી,શ્રીમતી કંકુબેન જી ચૌહાણ,ડેલીગેટ સદસ્ય બેણપ વિભાગ, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુઈગામ તાલુકા પ્રમુખ શ્રી રાજપૂત દુદાજી એસ જેવા તમામ સદસ્યો હાજર રહયા હતા,…